संदेश

अप्रैल, 2023 की पोस्ट दिखाई जा रही हैं

શાળા કે શોપિંગ મોલ ???!!!

चित्र
હોર્ડિંગ ઉપર “ખાનગી શાળા” ની  જાહેરાતોની વસંત ખીલશે. ”હનીમૂન” અને “હનુમાન” શબ્દ વચ્ચેનો ભેદ ન પારખી શકનારા સંચાલકો જાહેર ખબરો માટે  નાણાં કોથળી છૂટી મૂકી દેશે. પ્રોફેશનલ્સ કેમેરામેનો પાસે સ્ટુડિયોમાં બાળકોને ગોઠવી નાઈસ નાઈસ ઈમેજીસ બનાવી છટકા ગોઠવશે.  જાહેરાતમાં બધું જ લખશે,  સિવાય કે “ફીની વિગત” મગજને લીલુંછમ કરી, હ્રદયને ઉજ્જડ બનાવી દેતી કેટલીક સ્કૂલો છે !  વેદના તો જુઓ, બાળકની છાતીએ આઈકાર્ડ લટકે છે પણ તેની પોતાની “ ઓળખ” ગુમાવી ચૂક્યો છે. તે સ્ટુડન્ટ નથી રહ્યો, રનર બની ગયો છે, રનર. “લીટલ યુસેન બોલ્ટ” ઓફ એજ્યુકેશન સિસ્ટમ્સ.. ૧૫ કી.મી.નું અપડાઉન કરીને થાકી જતાં વડીલો, બાળકને ઘરથી ૨૦ કી.મી. દૂરની શાળામાં ભણવા મોકલે છે ! પેલા પાંડવોને મૂર્છીત કરી દેનાર યક્ષને કહો કે આને પૃથ્વી પરનું સૌથી મોટું આશ્ચર્ય કહેવાય ! વળી, પેલા જાહેરાતના બોર્ડ પર પણ  ક્યાં લખે છે કે દફતરનું વજન કેટલાં કિલો હશે ??? ગુજરાતનો એક સર્વે કહે છે કે,  શહેરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં પ્રતિ બાળક ભણાવવાના ખર્ચમાં  ૧૫૦% નો વધારો થયો છે.  દેશના મધ્યમ વર્ગમાં “શિક્ષણખર્ચ” ના કારણે  ...