संदेश

फ़रवरी, 2023 की पोस्ट दिखाई जा रही हैं

શા માટે બન્યા ભાજપના ધારાસભ્ય દબંગ ???

चित्र
 શા માટે બન્યા ભાજપના ધારાસભ્ય દબંગ ??? હાલમાં જામનગર ૭૮ના નવનિયુક્ત ધારાસભ્ય રીવાબા જાડેજા તેની કાર્યશૈલીથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે અને લોકો તેની કામગીરીને આવકારી પણ રહ્યા છે. ધારાસભ્ય કેમ બન્યા દબંગ ??? જામનગર ૭૮ ના ધારાસભ્યએ તાજેતરમાં મહાનગર પાલિકાના અધિકારી, પદાધિકારી તથા કોન્ટ્રાકટરો સાથે મિટિંગ યોજી હતી. જેમાં તેમણે જણાવી દીધું હતું કે મારા એટલે કે ૭૮ વિધાનસભા વિસ્તારમાં કોર્પોરેશન હસ્તકના તમામ કામો નીતિ, નિયમ અને સ્પેશિફિકેશન મુજબ જ થવા જોઈએ. ધારાસભ્યએ આવું કેમ કરવું પડ્યું ??? રીવાબા એ ધારાસભ્ય બનતા ની સાથે જ લોકો ને શહેરના વિકાસના કાર્યો થયા બાદ થઈ રહેલા અનુભવો ને આધારે આવી કડક ચેતવણી આપવાની જરૂર પડી હતી. કેમ કે મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતા અનેક કામો માં ક્યારેક ક્યારેક ઘણી ક્ષતિઓ રહી જવા પામતી હોવાની, જેને કારણે લોકોને તકલીફ પડતી હોવાની, કામ નબળું થવાની, મનપાની તિજોરીને નુકસાન જવાની સહિતની બાબતો ને ધ્યાનમાં રાખીને ધારાસભ્યએ સત્તા પક્ષના પદાધિકારીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ને એક સાથે જ ચેતવણી આપતા સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા... કેમ કે ગુજરાતમાં અને જામનગર મહાનગર

ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ કરશે "હાથ સે હાથ જોડો યાત્રા"

चित्र
 ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ કરશે "હાથ સે હાથ જોડો યાત્રા" એક બાદ એક ચૂંટણીમાં અસફળતા બાદ હવે કોંગ્રેસ જનસમર્થન મેળવવા જનતા ની વચ્ચે જવાનું મન બનાવી ચૂકી છે. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ભારત જોડો યાત્રા માં કોંગ્રેસ પાર્ટીને જબરું જનસમર્થન મળ્યું હતું. હાથ સે હાથ જોડો યાત્રા... ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રા કાઢી જનસમર્થન મેળવવા પ્રયાસ કરવા મન બનાવી ચૂકી છે. આ યાત્રાની શરૂઆત આગામી 7 ફેબ્રુઆરી થી અમદાવાદ થી કરવામાં આવશે. આ યાત્રા 3 મહિના દરમિયાન ગુજરાતના દરેક જિલ્લામાં કાઢવામાં આવશે. વિધાનસભા માં કારમી હાર બાદ ઉંઘ ઉડી... હાલમાં યોજાયેલ ગુજરાત વિધાનસભા માં કોંગ્રેસની કારમી હાર થયા બાદ કોંગ્રેસ હાઈ કમાંડ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે. ત્યારે હવે પક્ષ ને કંઈ રીતે મજબૂત બનાવવો અને પોતાનું પદ કંઈ રીતે બચાવવું તે માટે કોંગ્રેસના નેતાઓ જન સમર્થન મેળવવા તલપાપડ બન્યા છે. 2024ની તૈયારી... આગામી વર્ષ માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ હવે ચૂંટણી મોડ માં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે.

જંત્રી ડબલ થવાથી સમગ્ર ગુજરાતીઓ પર શું અસર થશે ???

चित्र
  જંત્રી ડબલ થવાથી શું અસર થશે ??? ગુજરાત સરકાર દ્વારા ૧૨ વર્ષ બાદ જંત્રી ના દરમાં ૧૦૦% વધારાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે બિલ્ડર લોબી ની સાથે સાથે સામાન્ય લોકો કે જેઓ નાના મકાનની ખરીદી કરવા ઈચ્છતા હોય. ગુજરાત સરકારના એક ઠરાવથી ગુજરાતમાં પોતાના ઘરના ઘરનું સ્વપ્ન જોઈ રહેલા સેકડો મધ્યમ વર્ગીય પરિવારો, ગ્રામીણ ક્ષેત્રોમાંથી સ્થળાંતર કરીને શહેરોમાં બે પાંદડે થઈ રહેલા નવયુગલો માટે મકાન ખરીદવું મોંઘું થશે. કારણકે જંત્રીના દરો બમણા થતા ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતરણ, શરત ભંગના કિસ્સામાં પ્રીમિયમ સહિતના મહેસુલી દંડની રકમ પણ ડબલ થઇ જશે. આવી સ્થિતિમાં સરકારની આવક ચોક્કસપણે વધશે, પરંતુ તેનું ભારણ છેવટે તો નાગરિકો ઉપર જ આવી પડશે નક્કી છે.  નવી નહિ પરંતુ જેમની પાસે પ્રોપર્ટી છે તેને પણ અસર થશે... જો તમે જંત્રીના ભાવ બમણા થતા વીતેલા એક દાયકામાં ઘર કે દુકાન વસાવવાની રાહત શ્વાસ લેતા હોત, તો તે લાંબી રાહત રહેવાની નથી. કારણ કે ગુજરાતના શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વસૂલાતા મિલકત સંબંધી તમામ પ્રકારના સ્થાનિક કરવેરા અને ચાર્જીસ જંત્રીને આધારે નક્કી થાય છે. આથી જેમની પાસે પોતાનું મ