संदेश

अक्तूबर, 2024 की पोस्ट दिखाई जा रही हैं

ગરબા અને દાંડિયા વચ્ચેનો ભેદ સમજ્યા વગર ટીકા કરતા લોકો...

चित्र
 ગરબા અને દાંડિયા વચ્ચેનો ભેદ સમજ્યા વગર ટીકા કરતા લોકો ને અર્પણ... હાલ જ્યારે નવરાત્રીનો માહૌલ જામ્યો છે ત્યારે દિવસે ને દિવસે અનેક ટીકાકારો અનેક પ્રકારની ટીકાઓ કરી અને પોતાને લાઇમ લાઇટમાં લાવવાની કોશિશમાં લાગી પડયા છે. તે પછી નેતા હોય કે અભિનેતા, આમ નાગરિક હોય કે પછી સાધુ સંતો..! 🤔🤔 કોઈ પણ વાતની ટીકા કે વિષય પર ટિપ્પણી કરતા પહેલા વાત અને વિષય ને પુરે પુરો સમજવો જરૂરી હોય છે, નહિ તો કારણ વગરના લોકરોષ નો ભોગ બનવું પડે છે... નવરાત્રી માં મોડે સુધી રમવાની ગૃહ રાજ્ય મંત્રીએ મોટા પાયે જાહેરાત કરી દીધી અને વાહ વાહ મેળવી લીધી... બીજા દિવસે ફરી તેને વાહવાહી મેળવવા મોડે સુધી ગુજરાતમાં નહિ રમીએ તો શું પાકિસ્તાનમાં રમવા જઈશું કહી ને રાજનૈતિક ટ્રોલ નો ભોગ બનવું પડ્યું. કેમ કે નવરાત્રીનો તહેવાર તો ભારતીય છે, તો પછી ખોટી વાહવાહી મેળવવા માટે પાકિસ્તાનને વચ્ચે લાવી ને રાજકારણ કરવાની જરૂર શા માટે પડી ??? આમ પણ ભાજપના નેતાઓને ચૂંટણી હોય કે, તહેવાર, પાકિસ્તાન નું નામ ના લે અને હિન્દુ મુસ્લિમ ના કરે ત્યાં સુધી ઊંઘ નથી આવતી.... બીજું કે નવરાત્રિના તહેવાર શરૂ થયા ત્યારથી ક્યાંક ને ક્યાંક વિવાદ ઊભો કર...