संदेश

सितंबर, 2025 की पोस्ट दिखाई जा रही हैं

જામનગર મહાનગર પાલિકા ના શાસકો નો બોકાશો...!

चित्र
  શાસકો જ શાસન થી ત્રાસી ગયા છે...! જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થું બહુમતી વાળું શાસન ચાલી રહ્યું છે, ત્યારે હાલમાં એવા સંજોગો ઊભા થયા છે જ્યારે મહાનગર પાલિકાના શાસકો જ શાસન થી ત્રાહિમામ પોકારી ગયા છે... જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમાર હાલના શાસનથી પરેશાન થઈ પ્રજાના કામ માટે અવાજ ઉઠાવી રહ્યા છે... તપન પરમારે મહાનગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓને પત્ર લખી પોતાની વેદના ઠાલવી છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી સમગ્ર ભાજપ પણ હચમચી ગયું છે. કારણકે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. દરેક વખતે મોદીજી ના નામ પર મત મેળવી સુટાતા સભ્યોને હાલના વાતાવરણ મુજબ એવું લાગી રહ્યું છે કે, હવે માત્રને માત્ર મોદીજીના નામ પર કે ચહેરા પર સત્તા મેળવી શકાશે નહીં, એટલે પ્રજાના કામ પણ કરવા જરૂરી છે. તપન પરમાર નો પત્ર વાયરલ થતા સામાન્ય પ્રજામાં પણ એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો સત્તામાં બેઠેલા ભાજપના પદાધિકારીઓના કામ ન થતા હોય તો પછી વિરોધ પક્ષ અને સામાન્ય નાગરિકના કામો કઈ રીતે ...