જામનગર મહાનગર પાલિકા ના શાસકો નો બોકાશો...!

 શાસકો જ શાસન થી ત્રાસી ગયા છે...!



જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું એક હથ્થું બહુમતી વાળું શાસન ચાલી રહ્યું છે, ત્યારે હાલમાં એવા સંજોગો ઊભા થયા છે જ્યારે મહાનગર પાલિકાના શાસકો જ શાસન થી ત્રાહિમામ પોકારી ગયા છે...


જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ડેપ્યુટી મેયર તપન પરમાર હાલના શાસનથી પરેશાન થઈ પ્રજાના કામ માટે અવાજ ઉઠાવી રહ્યા છે...




તપન પરમારે મહાનગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓને પત્ર લખી પોતાની વેદના ઠાલવી છે. આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થવાથી સમગ્ર ભાજપ પણ હચમચી ગયું છે.


કારણકે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. દરેક વખતે મોદીજી ના નામ પર મત મેળવી સુટાતા સભ્યોને હાલના વાતાવરણ મુજબ એવું લાગી રહ્યું છે કે, હવે માત્રને માત્ર મોદીજીના નામ પર કે ચહેરા પર સત્તા મેળવી શકાશે નહીં, એટલે પ્રજાના કામ પણ કરવા જરૂરી છે.


તપન પરમાર નો પત્ર વાયરલ થતા સામાન્ય પ્રજામાં પણ એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો સત્તામાં બેઠેલા ભાજપના પદાધિકારીઓના કામ ન થતા હોય તો પછી વિરોધ પક્ષ અને સામાન્ય નાગરિકના કામો કઈ રીતે થાય ???


આમ જોવા જઈએ તો લોકો આંદોલન ન કરે તે માટે ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકામાં દરવાજા પર જ સિક્યુરિટી ગાર્ડ બેસાડી દીધા છે. પરંતુ એ સિક્યુરિટી ગાર્ડ બેસાડવાનો કોઈ મતલબ જ નથી કારણ કે લોકોએ પણ હવે જાણી જોઈને બોલવાનું બંધ કરી દીધું છે. લોકો પણ મન બનાવી બેઠા છે કે હવે જ્યારે ચૂંટણીનો સમય આવશે ત્યારે સત્તાધીશોને મતદાનથી તાકાત બતાવી દઈશું એટલે અત્યારે વિરોધ કરવાનો કોઈ મતલબ નથી. 


જોવા જેવી વાત એ પણ છે કે અમુક લોકો એમ પણ કહે છે કે માત્ર વિરોધ પક્ષના કામ થાય છે પરંતુ શાસક પક્ષના કામ થતા નથી...

આવું તો કેમ શક્ય બને ???


અમુક પ્રશ્નો બાબતે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા સાથે વાત થયા મુજબ તેઓએ એવું જણાવ્યું હતું કે, હાલમાં વરસાદી વાતાવરણના કારણે ડામર રોડ અને પેચ વર્ક કરવા શક્ય નથી. કારણ કે કાકરીમાં જે રીતે વધુ પડતો ભેજ છે. તેથી જો અત્યારે ડામર કે પેચ વર્ક નું કામ કરવામાં આવે તો, કામગીરી નબળી થાય. એટલે જ્યારે વરસાદ સાવ બંધ થઈ જશે અને વાતાવરણ ખુલ્લું થઈ જશે એટલે તમામ કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવશે.


હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષના પૂર્વ ડેપ્યુટી મેયર નું કામ ક્યારે અને કેટલી ઝડપથી થાય છે...


કલ્પેશ રાવલ 

પત્રકાર, તંત્રી, સંપાદક

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ગરબા અને દાંડિયા વચ્ચેનો ભેદ સમજ્યા વગર ટીકા કરતા લોકો...

"आप" की हार पर कोंग्रेस खुश क्यों ??? पढ़िए

રાહુલ ગાંધીએ 2012 માં કાઢવાનું પ્રશ્નપત્ર 2025માં કાઢ્યું..!?