શા માટે બન્યા ભાજપના ધારાસભ્ય દબંગ ???

શા માટે બન્યા ભાજપના ધારાસભ્ય દબંગ ??? હાલમાં જામનગર ૭૮ના નવનિયુક્ત ધારાસભ્ય રીવાબા જાડેજા તેની કાર્યશૈલીથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે અને લોકો તેની કામગીરીને આવકારી પણ રહ્યા છે. ધારાસભ્ય કેમ બન્યા દબંગ ??? જામનગર ૭૮ ના ધારાસભ્યએ તાજેતરમાં મહાનગર પાલિકાના અધિકારી, પદાધિકારી તથા કોન્ટ્રાકટરો સાથે મિટિંગ યોજી હતી. જેમાં તેમણે જણાવી દીધું હતું કે મારા એટલે કે ૭૮ વિધાનસભા વિસ્તારમાં કોર્પોરેશન હસ્તકના તમામ કામો નીતિ, નિયમ અને સ્પેશિફિકેશન મુજબ જ થવા જોઈએ. ધારાસભ્યએ આવું કેમ કરવું પડ્યું ??? રીવાબા એ ધારાસભ્ય બનતા ની સાથે જ લોકો ને શહેરના વિકાસના કાર્યો થયા બાદ થઈ રહેલા અનુભવો ને આધારે આવી કડક ચેતવણી આપવાની જરૂર પડી હતી. કેમ કે મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતા અનેક કામો માં ક્યારેક ક્યારેક ઘણી ક્ષતિઓ રહી જવા પામતી હોવાની, જેને કારણે લોકોને તકલીફ પડતી હોવાની, કામ નબળું થવાની, મનપાની તિજોરીને નુકસાન જવાની સહિતની બાબતો ને ધ્યાનમાં રાખીને ધારાસભ્યએ સત્તા પક્ષના પદાધિકારીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ને એક સાથે જ ચેતવણી આપતા સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા... કેમ કે ગુજરાતમાં અને જામનગર મહ...