ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ કરશે "હાથ સે હાથ જોડો યાત્રા"

 ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ કરશે "હાથ સે હાથ જોડો યાત્રા"




એક બાદ એક ચૂંટણીમાં અસફળતા બાદ હવે કોંગ્રેસ જનસમર્થન મેળવવા જનતા ની વચ્ચે જવાનું મન બનાવી ચૂકી છે. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ ભારત જોડો યાત્રા માં કોંગ્રેસ પાર્ટીને જબરું જનસમર્થન મળ્યું હતું.


હાથ સે હાથ જોડો યાત્રા...


ભારત જોડો યાત્રા બાદ હવે કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં હાથ સે હાથ જોડો યાત્રા કાઢી જનસમર્થન મેળવવા પ્રયાસ કરવા મન બનાવી ચૂકી છે. આ યાત્રાની શરૂઆત આગામી 7 ફેબ્રુઆરી થી અમદાવાદ થી કરવામાં આવશે.

આ યાત્રા 3 મહિના દરમિયાન ગુજરાતના દરેક જિલ્લામાં કાઢવામાં આવશે.


વિધાનસભા માં કારમી હાર બાદ ઉંઘ ઉડી...


હાલમાં યોજાયેલ ગુજરાત વિધાનસભા માં કોંગ્રેસની કારમી હાર થયા બાદ કોંગ્રેસ હાઈ કમાંડ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા છે. ત્યારે હવે પક્ષ ને કંઈ રીતે મજબૂત બનાવવો અને પોતાનું પદ કંઈ રીતે બચાવવું તે માટે કોંગ્રેસના નેતાઓ જન સમર્થન મેળવવા તલપાપડ બન્યા છે.



2024ની તૈયારી...


આગામી વર્ષ માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ હવે ચૂંટણી મોડ માં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આપને જણાવી દઈએ કે હાલમાં લોકસભામાં ગુજરાત કોંગ્રેસ ના એક પણ સાંસદ નથી. તેથી ગુજરાતને લોકસભામાં પ્રતિનિધિત્વ મળે તે માટે કોંગ્રેસ દ્વારા અત્યારથી જ પ્રયાસો શરૂ કરવામાં આવનાર છે.


માત્ર ઓફિસ, મોબાઈલ થી પાર્ટી નહિ ચાલે..


ગુજરાતના નેતાઓને પણ હવે એ વાત તો જરૂર સમજાઈ ગઈ હશે કે માત્ર પદ લઈને ઓફિસમાં બેઠા બેઠા કે માત્ર મોબાઈલ પર સોશલ મીડિયામાં પોસ્ટ કરી દેવાથી પાર્ટી સત્તા માં નહિ આવી શકે. જો સત્તા મેળવવી હશે તો જનતા ની વચ્ચે જઈ જનતાની તકલીફમાં જનતા ની સાથે રહેવું પડશે. જનતાની તકલીફો જાણી તેને સરકાર સમક્ષ રાખવા અવાજ બુલંદ કરવો પડશે....



શું કોંગ્રેસ જનસમર્થન મેળવી શકશે ????


જેવી રીતે ભારત જોડો યાત્રામાં જન સમર્થન સાથે અનેક રાજકીય સ્થાનિક પાર્ટીનું પણ સમર્થન કોંગ્રેસને મળ્યું હતું તેવી રીતે ગુજરાતમાં પણ કોંગ્રેસ જન સમર્થન મેળવી શકશે ??? એ પણ એક સવાલ તો છે જ. કેમ કે ગુજરાતમાં ૩૦ વર્ષથી કોંગ્રેસ સત્તા થી દુર છે, એટલે કાર્યકર્તાઓ પણ વધુ સક્રિય રહેતા નથી. ઘણા વિસ્તારો તો એવા છે જ્યાં શહેર, જિલ્લા, તાલુકામાં સક્રિય સદસ્યો પણ ના હોય...


જોઈએ આગામી સમયમાં હાથ સે હાથ જૉડો યાત્રામાં કોંગ્રેસ જનતાનું કેવું સમર્થન મેળવી શકે છે અને કેટલા હાથ થી હાથ જોડી શકે છે...









કલ્પેશ રાવલ

પત્રકાર -લેખક

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ब्राह्मण कौन है ???

સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલમાં ખૂન, તંત્રને ખુલ્લો પડકાર..!?

ગરબા અને દાંડિયા વચ્ચેનો ભેદ સમજ્યા વગર ટીકા કરતા લોકો...