શા માટે બન્યા ભાજપના ધારાસભ્ય દબંગ ???
શા માટે બન્યા ભાજપના ધારાસભ્ય દબંગ ???
હાલમાં જામનગર ૭૮ના નવનિયુક્ત ધારાસભ્ય રીવાબા જાડેજા તેની કાર્યશૈલીથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે અને લોકો તેની કામગીરીને આવકારી પણ રહ્યા છે.
ધારાસભ્ય કેમ બન્યા દબંગ ???
જામનગર ૭૮ ના ધારાસભ્યએ તાજેતરમાં મહાનગર પાલિકાના અધિકારી, પદાધિકારી તથા કોન્ટ્રાકટરો સાથે મિટિંગ યોજી હતી. જેમાં તેમણે જણાવી દીધું હતું કે મારા એટલે કે ૭૮ વિધાનસભા વિસ્તારમાં કોર્પોરેશન હસ્તકના તમામ કામો નીતિ, નિયમ અને સ્પેશિફિકેશન મુજબ જ થવા જોઈએ.
ધારાસભ્યએ આવું કેમ કરવું પડ્યું ???
રીવાબા એ ધારાસભ્ય બનતા ની સાથે જ લોકો ને શહેરના વિકાસના કાર્યો થયા બાદ થઈ રહેલા અનુભવો ને આધારે આવી કડક ચેતવણી આપવાની જરૂર પડી હતી. કેમ કે મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવતા અનેક કામો માં ક્યારેક ક્યારેક ઘણી ક્ષતિઓ રહી જવા પામતી હોવાની, જેને કારણે લોકોને તકલીફ પડતી હોવાની, કામ નબળું થવાની, મનપાની તિજોરીને નુકસાન જવાની સહિતની બાબતો ને ધ્યાનમાં રાખીને ધારાસભ્યએ સત્તા પક્ષના પદાધિકારીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ને એક સાથે જ ચેતવણી આપતા સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા...
કેમ કે ગુજરાતમાં અને જામનગર મહાનગર પાલિકામાં છેલ્લા ત્રણેક દાયકાથી ભાજપનું એક હત્થું શાસન ચાલ્યું આવે છે... અત્યાર સુધી કોઈ પણ ધારાસભ્ય દ્વારા આવી ચેતવણી એ પણ એક સાથે બધા ને બેસાડી ને, બધા ને સમજાય જાય તે રીતે આપવામાં આવી નથી....
કોન્ટ્રાકટરો ની મૂંઝવણ.....
ધારાસભ્ય દ્વારા અપાયેલ ચીમકી ના પગલે કોન્ટ્રાકટરો પણ મૂંઝવણ માં મુકાઈ ગયા છે, કેમ કે સ્પર્ધાના સમયમાં કામ મેળવવા માટે કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલ ટેન્ડર ના ભાવ કરતાં ૨૫ થી ૫૦ ટકા અથવા તેના કરતાં પણ નીચા ભાવે કોન્ટ્રાકટર કામ કરવા તૈયાર થઈ જતાં હોય છે. તેનું કારણ એ પણ છે કે તેઓ વિચારતા હોય કે એક કામમાં કદાચ કમાણી નહિ થાય તો બીજા કામમાં વળતર મળી જશે. નીચા ભાવે કામ રાખી પોતાના કામદારને સાચવવાનો અભિગમ પણ હોઈ શકે.
બીજું કે આમ જોવા જઈએ તો જામનગર મહાનગર પાલિકામાં મોટા ભાગના કોન્ટ્રાકટર પદાધિકારીઓ સાથે કે શાસક પક્ષ સાથે જોડાયેલ હોય તેથી કામ મળી રહે, પેમેન્ટ પણ સમયસર મળી રહે અને નીચા ભાવે કામ કરતા હોય તો થોડું ઘણું નબળું કામ પણ ચાલી જાય.... એવું લોકો નું માનવું છે...
માત્ર એક જ ધારાસભ્ય શા માટે બોલ્યા ???
શહેરના વિકાસના કામો નબળા ન થવા જોઈએ તેવી ચેતવણી માત્ર ને માત્ર ૭૮ વિધાનસભા ના ધારાસભ્ય રિવાબા જાડેજા એક માત્ર શા માટે બોલ્યા ???? ૭૯ વિધાનસભા ના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તો ઘણા સિનિયર નેતા છે, અને તે તો કોર્પોરેટર પણ છે તો તેઓને તો કોર્પોરેશન અને કોર્પોરેશનમાં થતી કામગીરી તેમજ કોન્ટ્રાકટરો દ્વારા કરાતી કામગીરી અંગે બધી જ જાણકારી ધરાવતા હોય છે તો પછી તેઓ મૌન કેમ છે ???
ટેન્ડર પ્રક્રિયા વખતે સ્પેશિફિકેશન જાહેર કરવામાં આવે છે, તે મુજબ જ કામ કરાવવામાં આવતું હોય છે...
જે તે સમય પર જે કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે ત્યારે તેમાં તમામ નીતિ નિયમો લાગુ કરવામાં આવ્યા જ હોય અને તે મુજબ જ કોન્ટ્રાકટર પાસે અધિકારીઓ દ્વારા કામ કરાવવામાં આવતું હોય છે.
કામ પૂર્ણ થયા બાદ MB માં નોંધ કરવામાં આવે અને ત્યાર પછી બિલ પાસ કરવામાં આવતું હોય છે. જો નિયમ મુજબ કામ ના થયું હોય તો બિલ જ કેમ પાસ થાય ??? તો પછી ગુણવત્તા વાળા કામ કરવા માટે ચીમકી આપવાની જરૂર શા માટે પડી ??? એ પણ માત્ર એક જ ધારાસભ્ય દ્વારા ???!!
બીજા ધારાસભ્ય તો મનપાની નીતિ રિતી અને કામ અંગે વાકેફ જ છે એટલે કદાચ તેમના દ્વારા કોઈ પ્રશ્ન કે ચીમકી ઉચ્ચારવામાં નહિ આવી હોય.????
અધિકારીઓ કે કોન્ટ્રાકટરો કામ માં ભેદભાવ રાખે છે ?????
કોન્ટ્રાકટર અને અધિકારીઓ દ્વારા કરવામાં અને કરાવવામાં આવતા દરેક કામ તે પછી મ્યુનિસિપલ કોર્પોરેશન ના સભ્ય ની ગ્રાન્ટ માંથી કરાવવામાં આવતા હોય કે ધારાસભ્ય કે સાંસદ સભ્યની ગ્રાન્ટ માંથી તેને તો બધું જ જોવાનું હોય, તો પછી માત્ર ને માત્ર એક જ ધારાસભ્ય દ્વારા અધિકારી અને કોન્ટ્રાકટર ને શા માટે ચેતવણી આપવામાં આવી એ પણ ચર્ચા નો વિષય છે....
નિર્ણય પણ કદાચ સંગઠન માં સંકલન કરી ને લેવાયો હશે ????
ભારતીય જનતા પાર્ટી પોતાને શિસ્ત બધ્ધ પાર્ટી કહે છે અને પાર્ટી માં રહેલ દરેક કાર્યકર્તા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દરેક નિર્ણય સંગઠન સાથે ચર્ચા વિચારણા કર્યાં બાદ જ લેતા હોય છે. ત્યારે આ નિર્ણય પણ કદાચ સંગઠન સાથે ચર્ચા કરી ને પ્રજા હિતમાં લેવામાં આવ્યો હશે તેવું શહેરના લોકોનું માનવું છે.
કલ્પેશ રાવલ પત્રકાર, તંત્રી
टिप्पणियाँ
एक टिप्पणी भेजें