જંત્રી ડબલ થવાથી સમગ્ર ગુજરાતીઓ પર શું અસર થશે ???

 જંત્રી ડબલ થવાથી શું અસર થશે ???

ગુજરાત સરકાર દ્વારા ૧૨ વર્ષ બાદ જંત્રી ના દરમાં ૧૦૦% વધારાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે બિલ્ડર લોબી ની સાથે સાથે સામાન્ય લોકો કે જેઓ નાના મકાનની ખરીદી કરવા ઈચ્છતા હોય.


ગુજરાત સરકારના એક ઠરાવથી ગુજરાતમાં પોતાના ઘરના ઘરનું સ્વપ્ન જોઈ રહેલા સેકડો મધ્યમ વર્ગીય પરિવારો, ગ્રામીણ ક્ષેત્રોમાંથી સ્થળાંતર કરીને શહેરોમાં બે પાંદડે થઈ રહેલા નવયુગલો માટે મકાન ખરીદવું મોંઘું થશે. કારણકે જંત્રીના દરો બમણા થતા ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતરણ, શરત ભંગના કિસ્સામાં પ્રીમિયમ સહિતના મહેસુલી દંડની રકમ પણ ડબલ થઇ જશે. આવી સ્થિતિમાં સરકારની આવક ચોક્કસપણે વધશે, પરંતુ તેનું ભારણ છેવટે તો નાગરિકો ઉપર જ આવી પડશે નક્કી છે. 


નવી નહિ પરંતુ જેમની પાસે પ્રોપર્ટી છે તેને પણ અસર થશે...


જો તમે જંત્રીના ભાવ બમણા થતા વીતેલા એક દાયકામાં ઘર કે દુકાન વસાવવાની રાહત શ્વાસ લેતા હોત, તો તે લાંબી રાહત રહેવાની નથી. કારણ કે ગુજરાતના શહેરોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વસૂલાતા મિલકત સંબંધી તમામ પ્રકારના સ્થાનિક કરવેરા અને ચાર્જીસ જંત્રીને આધારે નક્કી થાય છે. આથી જેમની પાસે પોતાનું મકાન સહિતની મિલકતો છે, તેવા શહેરી નાગરિકો પાસે લેવામાં આવતા પ્રોપર્ટી ટેક્સમાં પણ જંત્રીમાં થયેલા વધારાની અસર થશે. તાજેતરમાં જ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, જુનાગઢ, અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અધિકાર નગરપાલિકાઓએ વર્ષો જુના પ્રોપર્ટી ટેક્સના દર રેટ્સમાં જબરદસ્ત વધારો કર્યો છે. અલબત્ત એ દર જૂની જંત્રીને આધારે છે. હવે પછી શહેરી ક્ષેત્રોમાં મકાનોની આકારણી થશે, ત્યારે પર્વતનમાં જંત્રીના દર નો આધાર લેવાતા વધેલો પ્રોપર્ટી ટેક્સ બમણો થઈ જશે.


"વ્હાઈટ મની" વધુ જોઈશે...


જો આપ કોમર્શિયલ પ્રોપર્ટી ની ખરીદી કરવા જશો તો તેમાં આપણે વ્હાઈટ મની એટલે કે એક નંબરના ટેકસ ભરેલ રૂપિયાની વધુ જરૂર પડશે. કેમ કે પેમેન્ટ તો ચેક થી જ કરવું પડશે. બીજું કે બેંકો ની ડિમાન્ડ વધુ થશે. અને બેંકોમાં લોન નું પ્રમાણ પણ વધશે..


ગ્રાઉન્ડ સર્વે ને આધારે લોક સભા ચૂંટણી પછી ફરીથી જંત્રી વધશે ???


જંત્રી 2011ના અમલ બાદ વીતેલા એક દાયકામાં શહેરી ક્ષેત્ર વધ્યા છે, પાણી, પરિવહન, રસ્તાને કારણે ડુંગરાળ, રેતાળ અને દરિયાકાંઠાના ક્ષેત્રમાં પણ વિકાસ થયો છે.  આથી સરકારે અગાઉ ગ્રાઉન્ડ ઉપર નક્કર સર્વેને આધારે જંત્રી નક્કી કરવાનું ઠેરવ્યું હતું. કહેવાય છે કે ગ્રાઉન્ડ સર્વે માટે લઘુતમ 8 મહિનાનો સમય અનિવાર્ય હોવાથી તેના બદલે સાગમેટ 12 વર્ષ જૂના દર હાલ પૂરતા બમણા કરીને આવકમાં વધારો કરવાનો રસ્તો ખોલ્યો છે. સર્વેક્ષણની કામગીરીને અંતે સંભવત લોકસભા 2024 ની ચૂંટણી બાદ ફરી તેમાં વધારો થશે. તેવું માનવામાં આવી રહ્યું છે.


આમ એકાએક જંત્રીમાં 100 ટકાના ભાવ વધારાથી બિલ્ડર લોબી પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, કેમ કે જે લોકો પાસેથી ટોકન તો લઈ લીધા છે પરંતુ હજુ દસ્તાવેજ પ્રક્રિયા બાકી હોય, ગ્રાહક ને વધારાની જંત્રી માટે કેમ સમજાવવા ઉપરાંત જો વધારો બિલ્ડર પોતે ભરવાની જાહેરાત કરે તો આવડું મોટું નુકશાન ભોગવવું પડી શકે. એટલા માટે આજે બિલ્ડર લોબી મિટિંગ કરી સરકારને આ ભાવ વધારો કરવા માટે મુદ્દતમાં વધારો કરવાની માંગ કરે તેવા સમાચારો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.









કલ્પેશ રાવલ





टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ब्राह्मण कौन है ???

સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલમાં ખૂન, તંત્રને ખુલ્લો પડકાર..!?

ગરબા અને દાંડિયા વચ્ચેનો ભેદ સમજ્યા વગર ટીકા કરતા લોકો...