પરિવર્તન ની આંધી...! ગુજરાતમાં "નમો" નહિ પણ "કમો" ભીડ જમાવે છે...!
પરિવર્તન ની આંધી...! ગુજરાતમાં "નમો" નહિ પણ "કમો" ભીડ જમાવે છે...!
ગુજરાતમાં ચૂંટણીની મૌસમ તો પુર બહારમાં ખીલી રહી છે, જેમ જેમ મતદાન ની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજનૈતિક પાર્ટીઓના નેતાઓ સભાઓ ગજવવા માંડ્યા છે.
જનતા નો મૂડ કેમ નથી બની રહ્યો ???
ચૂંટણીમાં મતદાન ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં પણ જનતાનો મૂડ એક પણ રાજકીય પાર્ટી કે રાજકીય નેતા પારખી નથી રહ્યા, કેમ કે જનતા ના નોટબંધી માં પડેલ આર્થિક, સામાજિક મુશ્કેલીઓ, જીએસટી થી વેપારીઓ ને પડેલ અગવડતા અને વેપારમાં થયેલ નુકસાન ને કારણે વેપારીઓમાં પણ નારાજગી નો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોના કાળમાં સરકાર દ્વારા તાત્કાલિક અસરથી લોક ડાઉન ની જાહેરાત કરી દેવામાં આવતાં તેમજ ઓક્સિજન મેળવવામાં પડેલ મુશ્કેલીઓ, હોસ્પિટલ ની ખામીઓ ઉપરાંત અવ્યવસ્થા ના કારણે સ્મશાન સુધી અનેક જગ્યાઓ પર લાગેલી લાઈનો લોકો હજુ ભૂલ્યા નથી. કોરીનામાં મૃત્યુ અંગેના આંકડાઓ પણ સરકાર દ્વારા છૂપાવવામાં આવ્યા હતા, ખેડૂત આંદોલનમાં 700 થી વધુ ખેડૂતોના મૃત્યુ થયા છતાં પણ ખેડૂતોને ન્યાય ના મળ્યો. મોંઘવારીનો મર અને હવે તો મોદી સરકારના નારા સાથે આવેલ ભાજપ સરકારમાં આઝાદી થી અત્યાર સુધીની બધી સરકારો કરતા વધુ મોંઘવારી ચાલી રહી છે તેનાથી પણ લોકો ત્રાહિમામ થઈ ગયા છે.
ભણેલ ગણેલ લોકોને રોજગારીનો પણ મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે. લોકો પોતાના માતાપિતાના ખર્ચે અભ્યાસ પૂર્ણ કરી સરકાર દ્વારા નીકળતી ભરતીમાં પોતાની ઉમેદવારી નોંધાવતા હોય છે, તેમ છતાં પણ યુવાનો ને નોકરી નથી મળતી. કારણ ક્યારેક પેપર ફૂટી જાય, અથવા પેપર લીધા બાદ ભરતીની પ્રક્રિયા રોકી દેવામાં આવતા યુવાનો નો સમય, પૈસા અને જ્ઞાન નો પણ વેડફાટ થઈ રહ્યો હોવાથી યુવા પણ નારાજ છે.
આટ આટલા પ્રશ્નો સહિત અનેક મુદ્દાઓ વચ્ચે આવી પડેલી વિધાનસભા ચૂંટણી ભાજપ જે ગુજરાતને પોતાનો ગઢ ગણી આખા દેશ અને વિદેશમાં મોડલ રાજ્ય રજૂ કરતું આવ્યું છે તે ગુજરાતમાં આજ ભાજપને જીતવા માટે રેલો આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
"નમો" નહિ પણ "કમો" ભીડ જમાવી રહ્યો છે..
ભારતીય જનતા પાર્ટી દરેક નાની મોટી ચૂંટણીઓમાં માહોલ બનાવવા તથા ભીડ એકઠી કરવા ભાજપના સ્ટાર પ્રચારક અને દેશના વડાપ્રધાન "નમો" નો ઉપયોગ કરતું આવ્યું છે અને આના કારણે તેઓને દરેક વખતે સફળતા મળતી આવી છે.
પરંતુ આ વખતે ની વિધાનસભા ચૂંટણીમાં જનતાનો મૂડ કઈક અલગ જ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે નરેન્દ્ર મોદીની સભામાં પણ હવે ભીડ જોવા મળતી નહિ. આજ સુધી દરેક કાર્યક્રમોમાં સરકારી બસો નો સરકારી ખર્ચે ઉપયોગ કરી ભીડ એકઠી કરવામાં આવતી હતી પરંતુ ચૂંટણી પંચની આચાર સંહિતા ના કારણે અત્યારે સરકારી તંત્ર ના ઉપયોગ વગર અને સરકારી ખર્ચ વગર ભાજપ માટે ભીડ ભેગી કરવી મુશ્કેલ લાગી રહી છે.
ગઈકાલે ધોરાજીમાં નરેન્દ્ર મોદીની સભામાં કાગડા ઉડવા માંડ્યા હતા એટલે કે ખુરશીઓ ખાલી ખાલી જોવા મળી હતી તેના કારણે ઘણા બધા ટોચના નેતાઓની લેફ્ટ રાઈટ પણ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
ભીડ એકઠી કરવા "કમા" ને મેદાનમાં ઉતારવો પડ્યો..!
બીજી તરફ ભાવનગરથી ચૂંટણી લડી રહેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ પોતાના તરફી વાતાવરણ બનાવવા અને ભીડ ભેગી કરવા માટે ગુજરાતના સુપ્રસિદ્ધ દિવ્યાંગ "કમા" નો રોડ શો કરી ભીડ ભેગી કરી હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને કારણે પાર્ટીના નેતાઓ અને જનતામાં પણ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે કે "નમો " નો જાદુ વિસરાઈ રહ્યો છે ??? અને "કમો" ભીડ જમાવી રહ્યો છે !!!!
કલ્પેશ રાવલ
તંત્રી અને લેખક
टिप्पणियाँ
एक टिप्पणी भेजें