संदेश

जून, 2026 की पोस्ट दिखाई जा रही हैं

સત્તા પાંખ- સંગઠન પાંખ વચ્ચે લક્ષ્મણ રેખા દોરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશેઃ કનકસિંહ જાડેજા

चित्र
 પ્રદેશ ભાજપના નિર્ણયને આવકારતા પૂર્વ મેયર સત્તા પાંખ- સંગઠન પાંખ વચ્ચે લક્ષ્મણ રેખા દોરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશેઃ કનકસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ ભાજપ મોવડી મંડળે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષની સત્તા પાંખ અને સંગઠન પાંખ વચ્ચેના સંકલન મામલે નવી પ્રક્રિયા અમલમાં મૂકવાના કરેલ નિર્ણયને જામનગર શહેરના પૂર્વ મેયર કનકસિંહ જાડેજાએ આવકાર્યો છે. એક નિવેદનમાં ભાજપના જ પૂર્વ મેયર એવા કનકસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપની સત્તા પાંખ અને સંગઠન પાંખ વચ્ચે પ્રદેશ કક્ષાએથી દોરવામાં આવેલી આ લક્ષ્મણ રેખાના પગલે ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભાજપ શાસિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નીતિ વિષયક નિર્ણયો તેમજ વિકાસ કામો સહિતના નિર્ણયો લેતા પહેલા સંકલન બેઠક મળે છે. જેમાં સ્થાનિક સંગઠન પણ અત્યાર સુધી સામેલ હતું. પરંતુ હવે પક્ષના મોવડી મંડળની નવી માર્ગદર્શિકાથી તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં જામનગર મહાનગર પાલિકાથી સ્થાયી સમિતિની બેઠક પહેલાની સંકલન બેઠક પક્ષના કાર્યાલયના બદલે મનપા કચેરીના સ્ટેન્ડિંગ કમિટિ હોલમાં મળી હતી અને તેમાં શહેર ભાજપ...

BJP: મનપા ના વહીવટમાં પ્રમુખ સાઇડ લાઇન

चित्र
 ગુજરાતની મોટાભાગની મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી ની બહુમત ની સરકાર છે. ત્યારે આજે એક નવી વાત સૂત્રો દ્વારા જાણવા મળી છે.  આજે જામનગર મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની નવી ચૂંટાયેલી પાંખ ની બીજી મિટિંગ હતી. તેમાં ૬૧૪ કરોડના અલગ અલગ કામો મંજૂર કરવામાં આવ્યા. જોવા જેવી વાત એ મળી કે પહેલા દરેક વખતે સ્ટેન્ડિંગ કમિટી હોય કે પછી જનરલ બોર્ડની મિટિંગ હોય, પહેલા પ્રમુખ સ્થાને ભાજપ કાર્યાલયે બધુ સંકલન થઈ જાય ત્યાર બાદ સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં ફાઈનલ થાય. પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં જ્યાં ભાજપનું શાસન છે ત્યાં હવે શહેર પ્રમુખ ને મહાનગર પાલિકાના વહીવટ થી સાઇડ લાઇન કરવામાં આવ્યા છે. એટલે કે પ્રમુખને કોઈ પણ એજન્ડા માટે પૂછવાનું રહેતું નથી. સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, પ્રદેશ માંથી આદેશ થયા હોય એવું લાગી રહ્યું છે. આદેશ માં એવું જણાવ્યું છે કે, મહાનગર પાલિકાના મેયર તથા ચેરમેન એ હવે પ્રભારી સાથે સંકલન કરી અને તમામ નિર્ણયો લેવાના રહેશે અને પ્રભારી પ્રદેશ સાથે સંકલન કરશે. ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં કદાચ આવડો મોટો ફેરફાર પ્રથમ વખત થયો હશે, ...