સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલમાં ખૂન, તંત્રને ખુલ્લો પડકાર..!?
સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલમાં ખૂન, તંત્રને ખુલ્લો પડકાર..!?
જામનગરની નહિ પણ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં ગઈ કાલે રાત્રે એક શખ્સનું ટ્રોમા સેન્ટર ના ડ્રેસિંગ રૂમ પાસે મર્ડર થઈ ગયું છે.
24/7 ભરચક રહેતી આ જગ્યા પર ખૂન કરવામાં ખૂની કેવી રીતે સફળ રહ્યો કે રહ્યા તે પણ સવાલ ઉપજાવે તેવી સ્થિતિ છે.
સિક્યોરિટી શું કરતી હતી ???
હોસ્પિટલ ના તમામ ઇમરજન્સી વોર્ડ તેમજ ઓપીડી માં સિક્યોરિટી ની વ્યવસ્થા હોસ્પિટલ તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલ છે. સામાન્ય સંજોગોમાં કોઈ પણ સમયે સિક્યોરિટી દર્દીની સાથે એક કરતા વધુ લોકો હોય તો તેને વોર્ડ કે ઓપીડી ની બહાર કાઢી મૂકતાં હોય છે અને પોતે રખેવાળ છે તેવો રોબ જમાવતા હોય છે.
પરંતુ આ ખૂન જેવી ઘટના બની ત્યારે સિક્યોરિટી સ્ટાફ શું કરતો હતો તે સવાલ સૌ કોઈના મનમાં ઉઠી રહ્યો છે.
રાત્રિના સમયે સારવાર કરાવવા આવેલ શખ્શ ને ડ્રેસિંગ રૂમ પાસે વેઇટિંગ માં રાખેલ હતો મતલબ કે તેને કોઈ ઇજા હોવાના કારણે ડ્રેસિંગ ની જરૂર હતી એટલે પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યો હોવો જોઈએ.
તેવા સંજોગોમાં મારનાર શખ્શો ત્યાં આવી ને છરીના ઘા મારી તેની હત્યા નિપજાવી ચાલ્યા ગયા ત્યાં સુધી સિક્યોરિટી શું નિંદ્રાધીન હતી ???
પોલીસ ક્યાં હતી ?? હવે શું તૈયારી ???
બીજું કે પોલીસ નો સ્ટાફ પણ 24/7 હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. કેમ કે જામનગર જ નહિ પણ જામનગર, દેવભૂમિ દ્વારકા ઉપરાંત સૌરાષ્ટ્રમાં કોઈ પણ જગ્યાએ અકસ્માત ની મોટી ઘટના બને તો તેને જામનગર ની ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં રિફર કરવામાં આવતા હોય છે. તેવા સમયે પોલીસ ક્યાં હતી ??? સારવાર લેવા આવેલ શખ્શ ને ડ્રેસિંગ ની જરૂર લાગતી હતી તો, મારામારી અથવા તો એક્સિડન્ટ કેસ હતો તો પોલીસ ને જાણ હતી કે કેમ ?? હોસ્પિટલના ડોકટરો દ્વારા એમએલસી કેસ દાખલ કરવામાં આવ્યો હતો કે કેમ ?? આ ઘટના સમયે પોલીસ ક્યાં હતી તે પણ તપાસનો વિષય તો છે જ.
ઘટના કેવી રીતે અને કયા સંજોગોમાં બની તે તો તપાસ દરમિયાન બહાર આવશે જ. પરંતુ જે જગ્યાએ આ ઘટના બની છે તે હોસ્પિટલમાં દરરોજ હજજારો ની સંખ્યામાં દર્દીઓ તેમજ તેમના સગા વ્હાલા ની અવરજવર રહેતી હોય છે. માટે હોસ્પિટલ તંત્ર અને પોલીસ તંત્ર એ પણ હવે થોડું કડક વલણ અપનાવી અને આંખો ખૂલ્લી રાખી વ્યવસ્થા ચકાસવાની જરૂર છે. જેથી કરીને આવી ઘટનાનું પુનરાવર્તન ભવિષ્યમાં થાય નહિ.
કલ્પેશ રાવલ
પત્રકાર, સંપાદક
टिप्पणियाँ
एक टिप्पणी भेजें