રાહુલ ગાંધીએ 2012 માં કાઢવાનું પ્રશ્નપત્ર 2025માં કાઢ્યું..!?

 રાહુલ ગાંધીએ 2012 માં કાઢવાનું પ્રશ્નપત્ર 2025માં કાઢ્યું.

ભાજપમાં પક્ષ પલટો કરીને ગયેલા જયરાજભાઈ પરમારે એમની ફેસબુક પર આવું લખ્યું છે......... 

રાષ્ટ્રીય રાજનીતિમાં કોંગ્રેસના પતનનું એપિસેન્ટર ગુજરાત રહ્યું છે. ત્રીસ વર્ષમાં હાર રૂપી ભૂકંપના આંચકા સહીને કોંગ્રેસની ઇમારત સાવ જર્જરીત થઇ ગઈ છે ત્યારે રાહુલ ગાંધી છેક હવે ભૂકંપ માપવાનું યંત્ર લઈને આવ્યા છે. 



ખુદ રાહુલ ગાંધીએ જ દ્વારકા ચિંતન શિબિરમાં જેને જવુ હોય એ જાય મારે પચીસ લોકો જ જોઈએ છે એવી ઘોષણા કરેલી. ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીની ઈચ્છા પુરી કરી જેના કારણે આજે ધારાસભ્યો, સંસદસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, નગર પાલિકા પ્રમુખ બધાનો સરવાળો કરીએ તો પણ પચીસ નથી થતો. 

હવે ખુદ રાહુલ ગાંધીના ઈશારે કામ કરનારા પ્રદેશ નેતાઓને કોંગ્રેસનો વોટ શેર કેમ ઘટી રહ્યો છે એવો સવાલ પૂછી મુઝવી નાખ્યા છે. હકીકતે તો રાહુલ ગાંધીને એ ખબર જ નથી કે છેલ્લા બે દશકમાં રાજકારણનો અભ્યાસક્રમ બદલાઈ ગયો છે. 2012 માં કાઢવાનું પ્રશ્નપત્ર તેઓ 2025માં કાઢીને ગુજરાત કોંગ્રેસની પરીક્ષા લઇ રહ્યા છે. રાહુલ ગાંધી તેમની સામે બેસાડી જે નેતાઓ પાસેથી ગુજરાતમાં કોંગ્રેસની હારના કારણો જાણવા મથી રહ્યા છે તેમાંના નેવું ટકા તો ખુદ ચૂંટણી જીતી નથી શકતા. વારંવાર નાપાસ થતાં વિદ્યાર્થીઓ પાસેથી પાસ કેમ થવું એનુ વિશ્લેષણ સમજી રાહુલ ગાંધી શું મેળવશે એ એમનો વ્યક્તિગત વિષય છે પણ રાહુલ ગાંધી જે પ્રશ્નપત્ર લઇ ગુજરાત આવ્યા છે એના જવાબો શું ખુદ એમની પાસે છે ખરા?


માત્ર ગુજરાતમાં કોંગ્રેસની ખરાબ હાલત છે એવું તો છે નહિ, દેશના મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસનું ગુજરાત મોડેલ ચાલે છે. 

જેને કોંગ્રેસ પ્રભારી તરીકે મોકલે છે એ છેલ્લે વેપારી નીકળે છે એ નવું નથી. એકના એક ચહેરા જેને જોઈ કોંગ્રેસ કાર્યકરો પણ ઉબાઇ ગયા હોય એમના ભરોસે જ ગાડુ હંકારવાની રીત ગુજરાત પૂરતી મર્યાદિત નથી. 




રાહુલ ગાંધી પૂછી રહ્યા છે કે કોંગ્રેસનો વોટ શેર ગુજરાતમાં કેમ ઘટી રહ્યો છે? 

ત્રીજી પાર્ટી કેમ કોંગ્રેસના વોટ કાપી જાય છે અને ભાજપના નથી કપાતા? 

કદાચ રાહુલ ગાંધીને એ ખબર જ નથી કે આ કોંગ્રેસની આ સ્થિતિ તો આખાય દેશમાં છે. દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી બિહાર, બંગાળથી લઇ ઘણાં બધા રાજ્યો એવા છે કે જ્યાં ત્રીજા ચોથા પક્ષના આવવાથી કોંગ્રેસનો જ વોટ કપાયો છે જયારે ભાજપનો વોટ શેર વધ્યો છે. ગુજરાત કોંગ્રેસના કોઈ નેતામાં સહેજપણ દમ હોત તો રાહુલને વળતો જવાબ આપી શક્ત કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના મતોના ધોવાણનું જે કારણ છે એજ કારણ ગુજરાત કોંગ્રેસનું છે. 

"સભી કા હાથ સામીલ હૈ પક્ષકો હરાને મેં, 

યહાં સિર્ફ ગુજરાત કા હાથ થોડી હૈ "


ત્રીસ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં એન્ટી ઈનકમ્બન્સી કેમ નથી? 

રાહુલ ગાંધીના આ સવાલમાં જ કોંગ્રેસની હારનું કારણ છુપાયેલું છે. ભાજપ સામે અનેક આરોપો ઘડ્યા છતાં લોકોની નારાજગી કોંગ્રેસ પ્રત્યે કેમ છે એની હતાશા આ સવાલ પાછળ દેખાય છે. ગુજરાતનો મતદાર ભાજપના કામ પ્રત્યે રાજીપો વ્યક્ત કરવા મતદાન કરે છે એ નહીં સમજી શકનાર કોંગ્રેસ પોતાના કામથી લોકોને આકર્ષિત કરવાના બદલે ભાજપની બદનામી કરવાની નકારાત્મક પ્રવૃત્તિમાં રાચે છે. ભાજપની સકારાત્મકતા લોકોનો પ્રેમ જીતી છે અને કોંગ્રેસની નકારાત્મકતા નફરત પામી છે. હકીકતે રાહુલ ગાંધીએ ત્રીસ વર્ષ પછી ભાજપ સામે " એન્ટી ઈંકમબન્સી " કેમ નથી એવા સવાલનો જવાબ મેળવવાના બદલે કોંગ્રેસથી લોકોને સુગ કેમ છે એ સવાલ પૂછવાની જરૂર હતી. ભાજપ સરકાર સામે નારાજગી ઉભી થાય તો જ કોંગ્રેસ ઉભી થાય એવી નકારાતમકતાથી જ કોંગ્રેસને લોકોએ નકારી છે. ભાજપ કરતાં વધુ સારી જનસેવા કરી લોકોનું દિલ નથી જીતવું એના બદલે બસ કંઈક ચમત્કાર થાય ને લોકો કોંગ્રેસ તરફ વળે એની રાહમાં રાહુલ આખી કોંગ્રેસ બેસી રહી એનુ આ પરિણામ છે. 

કાર્યકર્તા નિર્માણ, સંગઠન શક્તિના બળે સત્તા પર આવવું અને સત્તાને સેવાસેતુ બનાવી લોકો સાથે સીધો સંબંધ બાંધવાની ભાજપની રીત જોયા પછી રાહુલ ગાંધીને કદાચ કંઈક સમજાય ..


માત્ર જાતિવાદી ચશ્માથી રાજનીતિ કરવા ટેવાયેલી કોંગ્રેસનું DNA રાહુલના એ સવાલમાં ઝળકયુ કે સવર્ણ મત કેમ કોંગ્રેસથી દૂર થઇ ગયા છે ?

સંસદ અને સડક બધે હાથમા સંવિધાન લઇ દેખાડો કરતા રાહુલ ગાંધીનો નકાબ ઉતરી ગયો. સંવિધાનની પ્રસ્તાવનાની પહેલી પઁક્તિ ' અમે ભારતના લોકો' થી વિરુદ્ધ ભારતીયોને સવર્ણ, દલિત, ઓબીસી, મુસ્લિમ વિગેરેમાં વહેંચી સત્તા મેળવવાની ભાગલાવાદી માનસિકતા ખુલ્લી પડી ગઈ. દલિત અને ઓબીસીના ઉત્કર્ષની વાત કરવાને બદલે દલિત અને મુસ્લિમને માત્ર મતદાર તરીકે જોતી અને મતબેંકની રાજનીતિ માટે જાતિ જનગણનાનું હથિયાર ઉઠાવતી કોંગ્રેસ હવે સવર્ણ વોટબેંક છટકી ના જાય એની ચિંતા કરી રહી છે. કોંગ્રેસ પોતાની જ વિચારધારામાં સ્પષ્ટ નથી કન્ફ્યુઝડ છે..


કલ્પેશ રાવલ

તંત્રી, સંપાદક, પત્રકાર


टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

ब्राह्मण कौन है ???

સૌરાષ્ટ્રની સૌથી મોટી હૉસ્પિટલમાં ખૂન, તંત્રને ખુલ્લો પડકાર..!?

ગરબા અને દાંડિયા વચ્ચેનો ભેદ સમજ્યા વગર ટીકા કરતા લોકો...