BJP: મનપા ના વહીવટમાં પ્રમુખ સાઇડ લાઇન
ગુજરાતની મોટાભાગની મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી ની બહુમત ની સરકાર છે. ત્યારે આજે એક નવી વાત સૂત્રો દ્વારા જાણવા મળી છે.
આજે જામનગર મહાનગર પાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની નવી ચૂંટાયેલી પાંખ ની બીજી મિટિંગ હતી. તેમાં ૬૧૪ કરોડના અલગ અલગ કામો મંજૂર કરવામાં આવ્યા.
જોવા જેવી વાત એ મળી કે પહેલા દરેક વખતે સ્ટેન્ડિંગ કમિટી હોય કે પછી જનરલ બોર્ડની મિટિંગ હોય, પહેલા પ્રમુખ સ્થાને ભાજપ કાર્યાલયે બધુ સંકલન થઈ જાય ત્યાર બાદ સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં ફાઈનલ થાય.
પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં જ્યાં ભાજપનું શાસન છે ત્યાં હવે શહેર પ્રમુખ ને મહાનગર પાલિકાના વહીવટ થી સાઇડ લાઇન કરવામાં આવ્યા છે. એટલે કે પ્રમુખને કોઈ પણ એજન્ડા માટે પૂછવાનું રહેતું નથી.
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, પ્રદેશ માંથી આદેશ થયા હોય એવું લાગી રહ્યું છે. આદેશ માં એવું જણાવ્યું છે કે, મહાનગર પાલિકાના મેયર તથા ચેરમેન એ હવે પ્રભારી સાથે સંકલન કરી અને તમામ નિર્ણયો લેવાના રહેશે અને પ્રભારી પ્રદેશ સાથે સંકલન કરશે.
ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં કદાચ આવડો મોટો ફેરફાર પ્રથમ વખત થયો હશે, જેમાં પ્રમુખ ની સત્તા પર કાપ મૂકવામાં આવ્યો હોય.
અગાઉ આટલા વર્ષોથી બધું પ્રમુખના સંકલનમાં રહી ને જ નિર્ણયો લેવામાં આવતા, તો અચાનક આટલો બધો ફેરફાર શા માટે કરવામાં આવ્યો હશે ? તેવા સવાલો સભ્યો દ્વારા પણ અંદરો અંદર થઈ રહ્યા છે, પરંતુ કોઈ સંગઠન ને પૂછી નથી રહ્યું.
એક વાત એવી પણ આવી રહી છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં અનેક જગ્યાએ નવા પ્રમુખોની નિમણૂકો કરી હોય, તેને વહીવટની પૂરતી સમઝ ન હોય, તેથી જૂના લોકો કે જેને પ્રભારી બનાવ્યા છે, તે લોકો હવે વહીવટમાં સંકલન કરશે.
બાકી સાચું તો બોલવા કોઈ રાજી નથી. શું આ નિર્ણય થી પાર્ટીમાં અંદરોઅંદર અસંતોષ નથી થાય ?
હજુ તો એક જ કમિટી નો વહીવટ પૂરો થયો છે, જોવાનું એ રહે કે આવનાર જનરલ બોર્ડ અને આવનારા સમયમાં શું ફેરફાર આવે છે. તેવું સૂત્રો દ્વારા જણાવાયું છે.
કલ્પેશ રાવલ
પત્રકાર, સંપાદક

.png)
टिप्पणियाँ
एक टिप्पणी भेजें