JMC માં સિક્યોરિટી પાછળ કરોડો નો ખર્ચ

 જામનગર મહાનગર પાલિકા નો વહીવટ અવારનવાર ચર્ચામાં આવતો રહે છે. કેન્દ્ર ની મોદી સરકાર અને ખુદ પીએમ નરેન્દ્ર મોદીએ ખર્ચમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે ત્યારે ભાજપ શાસિત જામનગર મહાનગર પાલિકામાં કરોડો રૂપિયાનો ખર્ચ માત્ર સિક્યોરિટી પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે. શું આ ખર્ચ પર કાપ ન મૂકી શકાય ??






જામનગર મહાનગર પાલિકા પાસે પોતાની સિક્યોરિટી હોવા છતાં પણ ખાનગી પાર્ટી ને કોન્ટ્રાક્ટ આપી અને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા માત્ર સિક્યોરિટી પાછળ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. આવું કરવાનું કારણ શું હોઈ શકે ? શું મહાનગરપાલિકામાં સિક્યોરિટી સ્ટાફ જે કાયમી નોકરી કરે છે તેની સંખ્યા ઓછી છે ? કે પછી મહાનગર પાલિકા સિક્યોરિટી ની સીધી ભરતી કરે તો ભારણ વધુ આવે તેમ છે એટલે ખાનગી કંપની ને કામ આપી પૈસા બચાવી રહ્યું છે ??




મહાનગર પાલિકા અને મહાનગર પાલિકા હસ્તકની કચેરીઓમાં સિક્યોરિટી સ્ટાફ જે રાખવામાં આવેલ છે તેને સરકારી ધારાધોરણ મુજબ મહાનગર પાલિકા તો પૈસા ચૂકવી આપતી હોય એ સ્વાભાવિક છે, પરંતુ સવાલ એ થાય કે શું સિક્યોરિટી ગાર્ડ ને કંપની પૂરતો પગાર આપે છે ? દરરોજ રાખવાનું ટેન્ડર માં નક્કી કરાયેલ હોય તે મુજબ સિક્યોરિટી ની સંખ્યા હાજર હોય છે ?? એ કોઈ અધિકારીઓ દ્વારા ક્યારેય તપાસ કરવામાં આવી છે ???




બીજું કે છેલ્લા ૨ વર્ષ થી કોન્ટ્રાકટર દ્વારા જામનગર મહાનગર પાલિકા માં રિટાયર્ટ આર્મી મેન ની સિક્યોરિટી માટે ભરતી કરવામાં આવેલ છે. તેને મહાનગર પાલિકા અને સિક્યોરિટી કંપની દ્વારા સારો એવો પગાર પણ અપાતો હોવાની વાત જાણવા મળેલ છે. બંને સિક્યોરિટી માં ફરક કોઈજ નથી. તેમ છતાં પગારમાં આટલો બધો તફાવત કેમ ? તે પણ ચર્ચાનો વિષય છે...




જાણવા મળતી વિગત મુજબ ગત ટર્મ માં વિપક્ષ મજબૂત હતો અને અવાર નવાર શહેર ના લોકો પણ ટોળું લઈને મહાનગર પાલિકામાં રજૂઆત કરવા પહોંચી જતા. તેને રોકવા માટે આર્મી મેન ની ભરતી કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી છે.




પરનું હવે તો જામનગર મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી ની બહુમત વાળી સરકાર બેઠી છે. અને વિપક્ષ માં પણ માત્ર ચાર સભ્યો ચૂંટાયા છે, તેમાંથી ૨ તો અંદર છે. એટલે જાજો કોઈ વિરોધ પણ કરી શકે તેમ નથી. શહેરની પ્રજાએ ખોબલે ખોબલે મત આપી બહુમત આપ્યો છે તો રજૂઆત કરવા ટોળું લઈને આવવાની શક્યતાઓ નહિવત્ હોય, તો પછી મોદીજી ના આહવાન ને ધ્યાનમાં રાખી ને મહાનગર પાલિકા દ્વારા એક્સ મેન સિક્યોરિટી ખર્ચ માં કાપ મૂકવો પણ જરૂરી છે... કેમ કે પૈસા તો પ્રજાના ટેક્સ ના જ ખર્ચ થઈ રહ્યા છે.




સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિક્યોરિટી નો કોન્ટ્રાક્ટ ભાજપ સમર્થક નો હોય કોઈ વિરોધ કરી શકતું નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકો અને સંગઠને આ વાત પર ધ્યાન આપવું જરૂરી બને છે. 

આપને કદાચ ખ્યાલ હશે કે PM Modi દ્વારા મેં ભી ચોકીદાર કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું. એને સિરિયસલી લઈ ને કદાચ કોઈ ભાજપ સમર્થક કે સંગઠન ના હોદેદારો ના લાભાર્થે પણ પ્રજાના ટેક્સના પૈસા નો દુરુપયોગ કરાઈ રહ્યો હોય તો નવાઈ નહીં. કેમ કે ઉત્સવો પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે.






જો કે મહાનગર પાલિકાના વહવટમાં પ્રમુખને સાઇડલાઇન કરાયા બાદ હવે આ કામ માત્ર મહાનગર પાલિકાના

 શાસકોએ જ કરવાનું રહે છે.








કલ્પેશ રાવલ 

પત્રકાર, સંપાદક 



टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

जामनगर भाजपा में अंदरूनी कलह सतह पर... ?

સત્તા પાંખ- સંગઠન પાંખ વચ્ચે લક્ષ્મણ રેખા દોરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશેઃ કનકસિંહ જાડેજા

BJP: મનપા ના વહીવટમાં પ્રમુખ સાઇડ લાઇન