ભાજપે જામનગરમાં ચૂંટણી તો જીતી લીધી પરંતુ...!

 જામનગરમાં ચૂંટણી તો જીતી લીધી ભાજપે પરંતુ...!




સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ ખોબલે ખોબલે મત આપી ને સત્તાનું સુકાન સોંપી દીધું છે ત્યારે આપણે જામનગર મહાનગર પાલિકાની વાત કરીએ તો જામનગરમાં વિપક્ષ નો સફાયો થઈ ગયો છે. પહેલા વિપક્ષમાં ૮ કોંગ્રેસ, ૩ આમ આદમી પાર્ટી અને ત્રણ બહુજન સમાજના કોર્પોરેટરો હતા, જ્યારે આ ચૂંટણી બાદ હવે માત્ર વોર્ડ નંબર ૧૨ માં બે કોંગ્રેસ અને બે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ વિપક્ષમાં રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ જામનગર મહાનગરપાલિકાની ૬૪ માંથી ૬૦ બેઠકો જીતી લીધી છે....


નવનિશાળિયાઓ પર ભાજપનો અખતરો સફળ થયો 

ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક નવો અખતરો કર્યો હતો અને ૩૬ જેટલા જૂના કોર્પોરેટર ની ટિકિટ કાપી નવા નિશાળિયાઓને ટિકિટ આપી હતી અને તેને જીતાડવામાં પણ ભારતીય જનતા પાર્ટી સફળ રહી.


તડજોડ અને ગોઠવણ હજુ પણ ચાલી રહ્યું છે. કેમ કે મહાનગર પાલિકામાં મેયર પદ સામાન્ય મહિલા માટે અનામત છે, બાકી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને દંડક માટે કયો હોદ્દો કોને આપવો એ તો પાર્ટી લેવલે અમુક નામો પસંદ કરી લેવામાં આવ્યા છે અને તેના પર ફાઈનલ મહોર પ્રદેશ કાર્યાલયે થી ટૂંક સમયમાં લગાવી દેવામાં આવશે.


પદ માટે મારા તારા માટે અસ્તિત્વની લડાઈ


પરંતુ સ્થાનિક લેવલે લોકો અને કાર્યક્રતા તથા નેતાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, મેયર પદ અનામત હોય તો કયા ધારાસભ્ય નું પલડું ભારે રહેશે અને કોને પદ આપવામાં આવશે. સાથે સાથે મહાનગર પાલિકામાં વહીવટની દૃષ્ટિએ અતિ મહત્વનું એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નું પદ કોને આપવામાં આવશે અને કોણ કયા નેતાની નજીક છે તેને આ પદ મળશે કે પછી મળવું જોઈએ તેવી કોશિષ કરવામાં આવી રહી છે.


મેયર પદ સામાન્ય મહિલા અનામત 


આગામી ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે ત્યારે પક્ષ અને સ્થાનિક નેતૃત્વ દ્વારા એવા મહિલાને મેયર પદ આપવાનું વધારે પસંદ કરશે કે જેનો પોતાના સમાજમાં પણ પ્રભાવ પડતો હોય અને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના સમાજના મત ભારતીય જનતા પાર્ટીમાં અપાવી શકે.


ચેરમેન પદે કોણ ???


જામનગર મહાનગરપાલિકાની હતી મજબૂત અને મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે દાવો તો ઘણા વ્યક્તિઓએ કર્યો છે પરંતુ જો મેયર પદ ૭૯ વિધાનસભામાંથી આપવામાં આવશે તો સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન નું પદ ૭૮ વિધાનસભામાંથી જ કોઈને આપવામાં આવશે.

અને જો મેયર પદ ૭૮માંથી કોઈને આપવામાં આવશે તો ચેરમેન પદ ૭૯ વિધાનસભામાંથી કોઈને આપવામાં આવશે.


શાસક પક્ષ ના નેતા પદે કોણ ???


જામનગર મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી ૬૦ સીટોના બહુમત સાથે જીતીને આવી છે ત્યારે સાસાપકના નેતા નું પણ બહુ મહત્વ રહે છે અને એ પદ જુના અને ફરીથી ચૂંટાયેલા કોઈ નેતાને આપે તો નવાઈ નહીં. કેમ કે ૬૦ કોર્પોરેટરો સહિત અધિકારીઓ સાથે સંકલન બનાવવાનું કામ શાસક પક્ષના નેતાનું જ હોય છે..


ડે. મેયર પદ કોને સોંપવામાં આવશે ??


ડે. મેયર પદ પર કોઈ મહિલાને બેસાડવામાં આવે તેવું લાગી રહ્યું છે. કેમ કે મેયર પદ મહિલા અનામત છે અને બે મહિલાઓ મળી સત્તા નું સંકલન સારી રીતે કરી શકે છે...


દંડક કોણ ???


દંડક પદે કોણ બેસશે એ પણ જોવું રહ્યું. જો કે દંડક પદ માત્ર કોઈ એક જ્ઞાતિ ને સાચવવા પૂરતું હોય તેવું હોય છે. તેની સંચાલનમાં કે મહાનગરપાલિકામાં કોઈ મહત્વની ભૂમિકા હોતી નથી....


અત્યારે શહેરની જનતા, અને શાસક પક્ષના લોકોમાં પણ આ જ ચર્ચાઓ ચાલી રહી છે.

ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ ને પોતપોતાના લોકો બેસાડવાની ઈચ્છા હોય એમાં કોઈ શંકા નથી.


જોવાનું એ રહે કે મારા, તારાની ખેંચતાણમાં સારા લોકો સત્તા ના પદ થી દૂર ન રહી જાય. કેમ કે જો એવું થશે તો લોકોને તો કોઈ ફરક નથી પડવાનો પરંતુ આવનારી ચૂંટણીમાં પક્ષ અને નેતાઓને જરૂર ફરક પડી શકે છે. એટલે પાર્ટીના પ્રદેશના નેતાઓ, શહેર સંગઠનના નેતાઓ, ધારાસભ્યો, સંસદ સભ્ય અને પ્રદેશના નેતાઓ શહેરની જનતા તથા પક્ષની મજબૂતી માટે કોઈ સારો નિર્ણય જ લે તે જરૂરી બને છે...








કલ્પેશ રાવલ

પત્રકાર, સંપાદક

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

जामनगर भाजपा में अंदरूनी कलह सतह पर... ?

જામનગર મહાનગર પાલિકા ના શાસકો નો બોકાશો...!

बढ़ती हुई दुष्कर्म की घटनाओं के जिम्मेदार कौन ???