ભાજપ સંગઠનમાં સખળ ડખળ..!?
મિત્રો
જામનગર ભારતીય જનતા પાર્ટીમાં તાજેતરમાં જ શહેર સંગઠનની જાહેરાત ધામધૂમથી કરવામાં આવી હતી અને તેને મોટાભાગના નેતાઓએ સહર્ષ મને, કમને સ્વીકારી અને સોશિયલ મીડિયામાં અભિનંદન આપ્યા હતા. ( અમુક નેતાઓએ નહોતા પણ આપ્યા.)
ભારતીય જનતા પાર્ટી પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, એટલે પાર્ટીનો આંતરિક વિવાદ ક્યારેય પ્રજા સમક્ષ આવતો નથી. પરંતુ ગઈકાલે જામનગર ભારતીય જનતા પાર્ટીના નવા વેરાયેલા મહામંત્રી ભાવેશ ઠુંમર ની જગ્યાએ નવા મહામંત્રી તરીકે ભાવેશ પટેલની નિમણૂંક કરવામાં આવતા શહેર ભરમાં ચર્ચા નો વિષય બની ગયો છે.
સંગઠન સર્વોપરી
જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે તેના નિર્ણય સામે કોઈ બોલવાની કે પછી વિરોધ કરવાની હિંમત કરતું નહોતું. તેના દિલ્લી ગયા પછી સંગઠનમાં અનેક જગ્યાએ વાદવિવાદ જોવા મળ્યા છે અને અનેક વિવાદો જગજાહેર પણ થયા છે. તે પછી પદ મેળવવાનો હોય કે પછી ચૂંટણીમાં ટિકિટ લડવા માટેનો હોય.
શું હજુ પણ સંગઠનમાં બદલાવ આવી શકે છે ??
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેર ભાજપા સંગઠન માં હજુ પણ મોટા ફેરફારો આવી શકે તેવી શક્યતા નિવારી શકાય તેમ નથી.
કેમ કે આગામી વર્ષ ૨૦૨૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે સ્વભાવિક રીતે ચૂંટાયેલા ધારાસભ્યો કે પછી સંગઠનમાં રહેલા હોદેદારો પોતાના નજીકના વ્યક્તિઓને હોદો અપાવવા માટે હાઈ કમાન્ડ ને ભલામણ તો કરવાના જ.
કાર્યકર્તાઓ/ નેતાઓ હવે બોલવા માંડ્યા છે...
જેમ જેમ ભારતીય જનતા પાર્ટી સત્તા કબજે કરવા લાગી છે તેમ તેમ કાર્યકર્તા અને નેતાઓ પણ પદ મેળવવા માટે અમુક સમયે વિરોધ કરતા જોવા મળે છે. કેમ કે એ લોકો પણ વિચારે ને કે અમારે ક્યાં સુધી પાથરણા પાથરતા રહેવાનું કે હાઈ કમાન્ડ ની હા જી હા કરતું રહેવાનું ??
ભારતીય જનતા પાર્ટી ની ખાસિયત...
આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીમાં હાઈ કમાન્ડ સર્વોપરી છે. નેતાઓ ગમે તેટલી ભલામણ કરે, પરંતુ થાય તો હાઈ કમાન્ડ કહે તેમ જ. હાઈ કમાન્ડ માંથી છૂટેલા આદેશ બાદ કોઈ ફેરફાર શક્ય નથી.
હવે શું ???
જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર સંગઠનમાં અપાયેલી નિમણુંકો માં કેટલા હોદેદારો બદલાય છે. કેમ કે ભારતીય જનતા પાર્ટી દરેક વખતે નિર્ણય લેવામાં સરપ્રાઈઝ આપતી હોય છે.
કલ્પેશ રાવલ
પત્રકાર, સંપાદક


टिप्पणियाँ
एक टिप्पणी भेजें