નગરસેવકો દ્વારા કોન્ટ્રાક્ટરો પર દબાણ શા માટે ??
તહેવારો પહેલાં શાસક ભાજપના સેવકો નડતરરૂપ કેમ ? કોન્ટ્રાક્ટરો પર દબાણના આક્ષેપો વચ્ચે સવાલો ઉઠ્યા
તહેવારો નજીક આવતાં જ શહેરમાં વિકાસના કામોને લઈને રાજકીય ખેંચતાણના આક્ષેપો સામે આવી રહ્યા છે. કેટલાક કોન્ટ્રાક્ટરો પર કથિત રીતે વિવિધ પ્રકારનું દબાણ ઊભું કરી કામમાં અડચણો ઉભી કરવામાં આવતી હોવાના સવાલો ઉઠી રહ્યા છે.
ચર્ચાનો મુખ્ય મુદ્દો એ છે કે શાસક ભાજપના સેવકો જો ખરેખર લોકોના પ્રશ્નો માટે રજૂઆત કરતા હોય તો તે સ્વાભાવિક બાબત છે, પરંતુ માંગણી કરવાને બદલે કામમાં નડતર ઊભું કરવાનો પ્રયાસ શા માટે ?
પેટમાં દુઃખે છે અને માથા કુટે છે એવું લાગી રહ્યું છે..!
ભાજપ ના નિયમો મુજબ વિકાસને પહેલા મહત્વ આપવાનું હોય છે, પરંતુ અમુક લોકો દ્વારા કદાચ શહેરના વિકાસની સાથે સાથે પોતાના સ્વ વિકાસને વધુ પ્રાધાન્ય આપવાના કારણે પણ આવું કરવું પડતું હોય તેમાં શંકા ને સ્થાન નથી...
તહેવારોના સમયમાં વિકાસના કામો ઝડપથી પૂર્ણ થાય અને લોકોને સુવિધા મળે તે જરૂરી છે. ત્યારે કામ કરાવતા કોન્ટ્રાક્ટરો પર દબાણ, કામ અટકાવવું કે કામગીરીમાં અવરોધ ઊભો કરવો યોગ્ય છે કે નહીં તે અંગે પણ તંત્રની ભૂમિકા સામે સવાલો ઉભા થયા છે.
શું આ સમગ્ર મામલે કોઈનો કંટ્રોલ નથી ?
શું શાસક પક્ષના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોની કામગીરી પર કોઈ દેખરેખ નથી?
અને સૌથી મોટો સવાલ—તહેવારો માત્ર શાસક પક્ષના લોકો માટે જ છે કે કોન્ટ્રાક્ટરો અને સામાન્ય નાગરિકોને પણ તહેવાર ઉજવવાનો અધિકાર છે ?
જો કોઈ કામમાં ખરેખર ખામી હોય તો નિયમસર રજૂઆત કરીને કાર્યવાહી કરાવવી જોઈએ. પરંતુ “માંગણી નહીં, નડતર કેમ ?” એ પ્રશ્નનો જવાબ હવે સંબંધિત તંત્ર અને શાસક પક્ષે આપવો જરૂરી બન્યો છે.
આક્ષેપો સાચા છે કે માત્ર રાજકીય ચર્ચા—તેની સ્પષ્ટતા પણ તંત્ર દ્વારા થવી જોઈએ.
કલ્પેશ રાવલ
પત્રકાર, સંપાદક

.png)
टिप्पणियाँ
एक टिप्पणी भेजें