ભાજપના કોર્પોરેટરોને નડી મોંઘવારી..!

 હાલની મોંઘવારી સામાન્ય જનતા ને તો રડાવી રહી છે પરંતુ શાસક પક્ષ ભાજપના નગર સેવકો અને સેવિકાઓ કે જે પ્રજાની સેવા કરવા આવ્યા છે તેનું તેને માનદ વેતન મળી રહ્યું છે તે ઓછું લાગતા હવે રીત સરનો મોરચો માંડી મેયર ને રજૂઆત કરવામાં આવી છે કે સેવા કરવા માટે માનદ વેતન ઓછું પડી રહ્યું છે, જેના કારણે સેવામાં તકલીફ પડતી હોય, તેથી માનદ વેતનમાં ધરખમ વધારો કરવામાં આવે.




મોંઘવારીનો માર હવે નગરસેવકો પર! માનદ વેતન ₹15 હજારથી વધારી ₹50 હજાર કરવા મેયરને લેખિત રજૂઆત : સૂત્ર


સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરોએ વધતી જતી મોંઘવારી અને વિસ્તારના કામોના ખર્ચને આગળ ધરીને પોતાના માનદ વેતનમાં ધરખમ વધારો કરવાની માગણી દોહરાવી છે.


હાલ મળી રહેલા માસિક ₹15,000ના વેતનને વધારીને સીધું ₹50,000 પ્રતિ માસ કરવા માટે મેયર સમક્ષ લેખિત પત્ર સુપરત કરવામાં આવ્યો છે. ત્રણ ગણાથી વધુ વધારાની માગણીકોર્પોરેટરોને હાલ દર મહિને ₹15,000 માનદ વેતન મળે છે, જેમાં એક ઝાટકે ₹35,000નો વધારો માંગી ₹50,000 કરવાની રજૂઆત કરાઈ છે.

મોટા ભાગના નગરસેવકો અને સેવિકાઓની કામગીરી જોવા જાવ તો 0 હોય છે. કેમ કે મોટા ભાગના મહિલા સેવકોની કામગીરી તો માત્ર સહી પૂરતી મર્યાદિત હોય બાકી કામ તો મહિલા સેવકના પતિ, ભાઈ કે પુત્રો જ કરતા હોય.


વર્તમાન રકમ કરતાં આ વધારો ત્રણ ગણાથી પણ વધુ થાય છે. મહિલા કોર્પોરેટરો મોખરેઆ માગણી આગળ ધપાવવામાં મોટાભાગે મહિલા કોર્પોરેટરો અગ્રેસર રહી છે. અગાઉ યોજાયેલી સંકલન બેઠકમાં આ અંગે મૌખિક ચર્ચા કરવામાં આવી હતી. જોકે, હવે આશરે 40 જેટલા નગરસેવકોની સહીઓ સાથે મેયર તેમજ અન્ય મુખ્ય પદાધિકારીઓને વિધિવત લેખિત પત્ર સોંપી દેવાયો છે.


સરકાર અને સંગઠન સુધી રજૂઆત પહોંચાડવા દબાણનગરસેવકોની દલીલ છે કે વિસ્તારો મોટા થવાથી અને સતત ફિલ્ડમાં સક્રિય રહેવાના કારણે ઈંધણ, કચેરી ખર્ચ અને સામાજિક જવાબદારીઓનો બોજ વધી ગયો છે. આ વધારાનો નિર્ણય સ્થાનિક સ્તરે થઈ શકે તેમ ન હોવાથી, આ દરખાસ્ત પક્ષના પ્રદેશ સંગઠન તેમજ રાજ્ય સરકાર સુધી પહોંચાડીને મંજૂરી અપાવવા મેયરને ભારપૂર્વક વિનંતી કરવામાં આવી છે. સામાન્ય જનતા જ્યારે મોંઘવારીનો સામનો કરી રહી છે ત્યારે પ્રજાના પ્રતિનિધિઓએ પોતાના વેતનમાં 230%થી વધુના વધારાની માગણી કરતા મહાનગરપાલિકાના રાજકારણમાં અને શહેરીજનોમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.


અત્રે એ યાદ રાખવું જરૂરી છે કે, ગુજરાતની મોટાભાગની મહાનગર પાલિકામાં ભાજપનું વર્ષો થી શાસન છે. 








કલ્પેશ રાવલ 

પત્રકાર, સંપાદક

टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

जामनगर भाजपा में अंदरूनी कलह सतह पर... ?

સત્તા પાંખ- સંગઠન પાંખ વચ્ચે લક્ષ્મણ રેખા દોરવાથી ભ્રષ્ટાચારમાં ઘટાડો થશેઃ કનકસિંહ જાડેજા

BJP: મનપા ના વહીવટમાં પ્રમુખ સાઇડ લાઇન